Tell a Friends

Tell a Friend

Social Icons

Pages

Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Friday, December 4, 2009

કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર

 

કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,

ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,

ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,

Mehsana મા જાત જાત ના લોકો વસતા,

ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.

ક્યાં એવો વરસાદ,

ક્યાં એવી ગરમી,

કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.

ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,

ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,

ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,

ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,

ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,

સૌથી બેસ્ટ આપડી Mehsana ની વસ્તી..

ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,

તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,

ક્યાં એવી નવરત્રિ,

ક્યાં એવી દિવાળી,

ક્યાં એવા ડાન્ડીયા,

ક્યાં એવા ધમાકા.

ક્યા મળે Fuvara Bazar ની રંગીલી સાંજ,

ક્યા મળે Modhera Road ની ચટાકેદાર રાત,

ક્યા મળે એ gathiya jalebi ni મજા,

ક્યા મળે એ મોડી રાતોની રજા,

ક્યા મળે Rangoli જેવી પાવ-ભાજી,

ક્યા મળે Zalak જેવુ પાન,

ક્યા મળે PRATIMA જેવી ચા ને કોફી,

ક્યા મળે Sahyog જેવી નાન.

Mehsana નો રંગ નીરાળો,

Mehsana નો ઢંગ નીરાળો

- Loveable Poet                          Give Comment

Sunday, September 6, 2009

Original ગુજરાતીઓ

G:- ગજબ

U :- યાદ રહીજાય તેવા

J :- જક્કાસ

A :- અલ્ટિમેટ

R :- રાપ્ચિક

A :- એડવાન્સ

T :- ટકાટક

I :- ઈન્ટેલીજન્ટ

હવે ગુજરાતીમાં સાંભળ

 

ગુ :- ગુચવી નાખે તેવા

જ :- જબ્બર માઈન્ડ વાળા

રા :- રાજ કરે એવા(બધાના દિલો પર)

તી :- તીર જેવા ધારદાર.

આ બધી જ વસ્તુઓ માત્ર એકજ કાષ્ટમાં જોવા મળે છે આને કહેવાય original ગુજરાતીઓ.....

- LoveNismi (Ansh Rav)

Friday, May 29, 2009

ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો


મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”
“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”
***
સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”
“ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”
***
દીકરીના લગન પછી…“શું દીકરી ને વરાવી?”
“ના., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”
***
” શું દીકરાને પરણાવી આવ્યા?”
” ના., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”
***
કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને…” શું કાકા ચા પીવો છો?”
” ના., રકાબી ચાટું છું!”

- LoveNismi (Ansh Rav)

Monday, April 20, 2009

દિલથી ભારતવાસી

અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે મનમાં એવો દમામ
ડોલર-સેંટમાં દીઠા સૌએ અડસઠ તીરથધામ

ન્યુ જર્સી કે મેનહટન વોશિંગટન બાલ્ટીમોર
વેસ્ટ કોસ્ટમાં હોલીવુડ ને ડીઝની કેરો શોર

સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

મોટલ વાળા પટેલ મગનભાઇ મેક થયા છે ભાઇ
નોખા રહેતા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ

સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે

ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી


- Lovenismi (Ansh Rav)

Wednesday, January 7, 2009

Letter of GOD

તારીખ : આજની .
પ્રતિ,
તમોને
વિષય : જિંદગી અને તમે
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપરભગવાનને માટેએવું અવશ્ય લખવું. એક વખત બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા હોય. પહેલાં જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ વાતથી થજો કે તમે વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ , વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
લિ ,
ભગવાનની આશિષ.

Wednesday, December 24, 2008

તો શું થયું?

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?

એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો

એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી

ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,

એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી

એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું

- LoveNismi ( Ansh Rav)

ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,

ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,
Anand મા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી Anandની વસ્તી.. ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,
તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.
ક્યા મળે V.V.Nagar ની રંગીલી સાંજ,
ક્યા મળે GIRIRAJ ની ચટાકેદાર રાત ,
ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે PAPPU NI પાવ-ભાજી, ક્યા મળે Laxmi જેવુ પાન,
Anand નો રંગ નીરાળો, Anand નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો હુ છું LoveNismi

- brijesh bhagat
- LoveNismi(Ansh Rav)

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

- brijesh bhagat:
- LoveNismi (Ansh Rav)

શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?

શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

-brijesh bhagat:
-LoveNismi(Ansh Rav)

Friday, November 7, 2008

*** પ્રેમ તો પ્રેમ છે. ***

પ્રેમ તો પ્રેમ છે.
શાને પૂછો એ કેમ છે.

ન ઘટે, ન ખૂટે.
બસ, સતત વહેતો રહે એમ છે.

ન કરે વાયદો, ન જુએ ફાયદો
વહેવારે એને ક્યાં બને એમ છે.

કારણ બતાવે એ તો નર્યો વ્હેમ છે.
બહાનાની જરૂર પ્રેમને કેમ છે.

- Kuldeep
- LoveNismi (Ansh Rav)

*** જોજો તો ખરા કેવી મલકાય છે. ***

નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો જો હોય કોઈની દર્પણ સમી,
અંતરના બધાં ભેદ કળાય છે.

અંશ મળે જો આ નયનમાં પ્રેમ તણો,
કંઈક સરિતાના વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે.

પામી જો એ સરિતા પંથ સાગર ભણી,
જોજો તો ખરા કેવી મલકાય છે.


- Kuldeep (Orkut)

- LoveNismi (Ansh Rav)

Thursday, October 23, 2008

જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?એમાના કેટલાક જવાબો અહિ છે.

1) ના [ Jaane aa ek j word aavadto hoy..]

2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો. [ leh..aa vichare pan che...???]

3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? [badha natak che]

4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું. [haa 10 ma std. ma hati tyar thi]

5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.[pote chori karine pass thati hase]

6) હજું હું તમને બરાબર જાણતી નથી. [photo aapo janva maate]

7) પણ તમે તો મને બેન કહીને બોલાવતા હતા ને ? [bas ene e j yaad che]

8) હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી. [haju 30-40 varas lagse]

9) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )

10 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.

11) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય )

12)કશું પણ બોલ્યા વગર હસ્યા કરશે ( જાણે એની સામે કોઇ જોકર ઉભો હોય )


- Nishal
- LoveNismi

Wednesday, May 7, 2008

એ હજુયે યાદ છે મને

એક વખત આપને દઈ દીધેલું દિલ,

હજુયે યાદ છે મને
ને પછી ભરતો રહયોતો હોટેલનાં બિલ,

હજુયે યાદ છે મને

હતા તારા ચહેરા પરે બે ખિલ, હજુયે યાદ છે મને
ને લગાવતી હતી મારા પૈસે ક્લેરેસીલ,

હજુયે યાદ છે મને

ને સાયકલ થી સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ, હજુયે યાદ છે મને
ને પછીથી સાંપડી હતી સેન્ડલોની હીલ,

હજુયે યાદ છે મને

માનતોતો હું કે પૈંડા બે છે સંસારરથનાં, હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ,

હજુયે યાદ છે મને

ને મીલવવી હતી આખથી આખડી મારે,

હજુયે યાદ છે મને
ને બાંધી તે મારા હાથે રાખડી,

હજુયે યાદ છે મને

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,

ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો; મુસીબત ! એટલી ઝિંદા-દિલીને દાદ દે,

તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !"

મનુશ્ય મનુશ્ય ને કામ લાગે એવો કોઇ સન્સાર નથિ હોતો,
આમ તો ખાસ મિત્રો માં ક્યારેય કોઈ વાત બદલ આભાર નથિ હોતો.
તો મહેરબાની છે વ્હાલા મિત્રો ની અને મહેરબાન છું હું મિત્રતા ઉપર,
નહિતો જીંદગી જીવવા નો કોઇ આધાર નથી હોતો.