Tell a Friends

Tell a Friend

Social Icons

Pages

Showing posts with label history of Valinath Mahadev. Show all posts
Showing posts with label history of Valinath Mahadev. Show all posts

Wednesday, February 21, 2024

વાળીનાાથ નો ઇતિહાસ

 👉વાળીનાાથ નો ઇતિહાસ 👈


પાંચ મિનીટ કાઢી ને વાંચી લેજો


અતિ પ્રાચીન દ્વાપર યુગ નુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાળીનાથ મંદિર નો અનોખો ભવ્ય ઈતિહાસ છે..

દર્ભ ના જંગલ (હાલ નો વાળીનાથ અને કુવારીકા પવિત્ર રુપેણ‌ નદી નો વિસ્તાર) માં ભગવાન શ્રી કૃષ્ણ સંઘ સાથે રોકાયા અને ગોવાળો સાથે રાસલીલા કરી હતી...

આ રાસલીલા માં કોઈ બહારી પુરુષ નો પ્રવેશ નિષેધ હતો..

ભગવાન શ્રી શીવજી ને આ રાસલીલા માં ભાગ લેવા ની ઈચ્છા થઈ માટે તેઓ ગોપી ના સ્વરુપ માં આવી રાસલીલા માં ભાગ લીધો ...આ દરમિયાન શ્રી કૃષ્ણ એ ઓળખી ગયા અને શિવજી ને કહ્યું આપ તો દેવો ના દેવ મહાદેવ છો અને અમારા સૌના આરાધ્ય દેવ છો તમારી હાજરી તો અમારા સૌ નું સૌભાગ્ય છે એટલે તમારા માટે કોઈ પ્રવેશ નિષેધ નથી આપ શ્રી અમને તમારા સાચા રુપ માં દર્શન આપો .. શિવજી ગોપી માંથી સત્ય શીવજી રુપ માં આવે છે પણ વાળી રહી જાય છે માટે તેઓ વાળીનાથ કહેવાયા..અને માટે તેમની શીવલીંગ નહીં પણ વાળી ધારણ કરેલ મુર્તી પુજાય છે જે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરાઈ હતી જ્યાં શિવજી સાક્ષાત પ્રસન્ન થયા હતા....

કદાચ આ વિશ્વ નુ એક જ પ્રાચીન શિવ મંદિર હશે કે જ્યાં શિવલિંગ નહીં પણ શિવ ની મુર્તી પુજાય છે...

સમય ની અનેક સદિઓ વીતી ગઈ અને શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાળીનાથ મહાદેવ ના મંદિર ઉપર ત્રણ ત્રણ નદીઓ ના થર જામી ગયા પણ જ્યાં સત્ય શક્તિ અને દિવ્યતા છે એ જાગ્રત થયા વગર રહેતી નથી...

આજ થી નવ સદિ પહેલા રુપેણ નદી કાંઠે તરભોવન મોયડાવ નામનો રબારી ગોપાલક ગાયો ચરાવતો હતો તેના સ્વપ્ન માં દિવ્ય શક્તિ એ ચેતના પુરી સમગ્ર મંદિર અને તેના સ્થાન ની જાણ કરી અને એ પણ કહ્યું કે‌ ત્યાં વ્રુક્ષ નીચે બેઠેલા સંત પુરુષ ને આ જાણ કર...એ સંત પુરુષ એટલે આપણી વાળીનાથ ગાદી ના પ્રથમ ગાદીપતિ મહંત શ્રી વીરમગીરી બાપુ ....!!! તરભોવન રબારી એ મહંત ને જાણ કરી અને ખોદકામ કરાવ્યું તો ત્યાં સાક્ષાત પ્રાચીન મંદિર ના નિશાન અને મુર્તી નીકળી .. તરભોવન મોયડાવ રબારી એ વીરમગીરી બાપુ ને ગુરુ તેમજ મંદિર ને ગુરુગાદી તરીકે સ્થાપિત કરી મહંત ની સેવા ચાલુ કરી તેમજ ત્યાં ગામ બાંધી વસવાટ કર્યો એ ગામ એટલે તરભ જે તરભોવન રબારી એ 900 વર્ષ પહેલાં વસાવ્યું.... રબારી ઓ ની ગુરુગાદી તરીકે સ્થાપિત પવિત્ર વાળીનાથ ગાદિ ના ગાદિપતિ મહંતો ગીરનાર ની યાત્રા એ જતા એ દરમિયાન સૌરાષ્ટ્ર ના કાઠિ ઓ માં મહેમાનગતિ માણતા આને ત્યાં 

ધર્મઉપદેશ આપતા આથી વરસો પુર્વે સૌરાષ્ટ્ર નો કાઠી સમાજ પણ વાળિનાથ મંદિર ઉપર રબારી સમાજ જેટલી જ આસ્થા ધરાવતો હતો...એક કાઠિ એ ગાદિપતિ ને ઈન્દ્ર ને પણ ઈર્ષા આવે એવી "રેમી ઘોડી" ભેટ ધરી હતી જે ઘોડી નો વંશ પણ આજે હયાત છે...તો એક મકવાણા સાખ ના રબારી એ ગાદીપતિ ને આંધળી ગાય "લાડચી" ભેટ આપી હતી જેનો વંશવેલો પણ આજે હયાત છે....

સમયાંતરે શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત વાળીનાથ મંદિર માં ફેરફાર થતો રહ્યો ... ખોદકામ કર્યા બાદ પણ દરેક ગાદીપતિ મહંત શ્રી એ પોતાના સમય દરમિયાન યથાશક્તિ મુજબ મંદિર માં જીણોદવાર અને નવો આકાર‌ આપ્યો...

આજે પણ ૪૦ કરોડ ના ખર્ચે પુર્વ ગાદીપતિ બળદેવબાપુ  એ ભવ્ય નવીન વાળીનાથ મંદિર ના નિર્માણ ને આરંભ કરાવ્યું હતું જે હવે વર્તમાન ગાદિપતિ શ્રી જયરામ બાપુ પુર્ણ કરાવશે....

ભલે વાળીનાથ રબારી સમાજ ની ગુરુગાદી તરીકે સ્થાપિત હોય પણ પ્રાચીન કાળ થી મંદિર દરેક સમાજ માટે શ્રદ્ધા નું કેન્દ્ર છે અને સામાજિક સમરસતા નુ ઉત્તમ ઉદાહરણ છે.. દરેક ગાદીપતિ પણ દરેક સમાજ માં પોતાના સત્કર્મ ની સુવાસ ફેલાવતા આવ્યા છે....આ પરીસર માં અનેક સંત સતિઓ એ જીવંત સમાધિ લીધી છે ..માત્ર સનાતન ધર્મ જ નહીં પણ મુસ્લિમ પણ પુર્વ માં વાળીનાથ માં અપાર શ્રદ્ધા રાખતા મંદિર માં ૧૨ વર્ષ ની મુસ્લિમ બાઈ નાથીબાઈ એ જીવંત સમાધિ લીધી હતી જે તેનો પુરાવો છે.

સદિઓ પુર્વે લખાયેલા કાનહડદે પ્રબંધ નામના પદ્મનાથ ના પ્રાચીન ગ્રંથ  મા રુપેણ કાંઠા ના દર્ભ ના જંગલ ના વાળીનાથ મહાદેવ ના મંદિર નો ઉલ્લેખ છે...

આજે સર્વજ્ઞાતિ નુ આસ્થા કેન્દ્ર એવા વાળીનાથ મહાદેવ ના  મંદિર ની પ્રાચીનતા અને ધાર્મિક મહત્વ દરૈક શાસકો અને આઝાદી પછી પણ દરેક મુખ્યમંત્રી જાળવતા આવ્યા છે..

ઉતર ગુજરાત માં એકમાત્ર વર્ષો થી ચાલતું કોઈ મોટું અન્નક્ષેત્ર હોય તો તે વાળીનાથ છે..આ ઉપરાંત વાળીનાથ ભારતવર્ષ ના ૧૩ પવિત્ર દશનામી અખાડા માં સ્થાન પામેલું છે આ તેર અખાડા કુંભ ના મેળા માં શાહી સ્નાન કરે છે..અને તેમનુ શાહી સન્માન થાય છે...

ચાલો જાણીએ પવિત્ર વાળીનાથ ગાદી ના દરેક ગાદીપતિ ને જેમને રબારી સમાજ ભગવાન ના દરજ્જે માને છે અને દરેક ગાદિપતિ પણ રબારી સમાજ ના ઉત્થાન અને વિકાસ માટે ખુબ જ ભગીરથ કાર્ય કરતા આવ્યા છે ...

(૧) પ્રથમ ગાદિપતી મહંત શ્રી વિરમગીરીજી બાપુ

કોઠારી શ્રી : -----

(૨) દ્રીતિય ગાદીપતિ મહંત શ્રી પ્રેમગીરીજી બાપુ

કોઠારી શ્રી : -----

(૩) ત્રીજા ગાદિપતિ મહંત શ્રી સંતોકગિરીજી બાપુ

કોઠારી શ્રી : માનગીરીજી બાપુ

(૪) ચોથા ગાદિપતી મહંત શ્રી ગુલાબગિરીજી બાપુ

(૫) પાંચમા ગાદિપતી મહંત શ્રી નાથગિરીજી બાપુ

કોઠારી શ્રી : રેવાગીરીજી બાપુ

(૬) છઠ્ઠા ગાદિપતી મહંત શ્રી જગમાલગિરીજી બાપુ

કોઠારી શ્રી : રેવાગીરીજી બાપુ

(૭) સાતમા ગાદિપતી મહંત શ્રી ભગવાનગિરીજી બાપુ

કોઠારી શ્રી : અરજણગીરીજી બાપુ

(૮) આઠમા ગાદિપતી મહંત શ્રી મોતીગિરીજી બાપુ

કોઠારી શ્રી : અરજણગીરીજી બાપુ

(૯) નવમા ગાદિપતી મહંત શ્રી કેશવગિરીજી બાપુ

કોઠારી શ્રી : અરજણગીરીજી બાપુ

(૧૦) દસમા ગાદિપતી મહંત શ્રી શંભુગિરીજી બાપુ

કોઠારી શ્રી : હેમગીરીજી બાપુ

(૧૧) અગીયારમા ગાદિપતી મહંત શ્રી હરિગિરીજી બાપુ

કોઠારી શ્રી : રણછોડગીરીજી બાપુ

(૧૨) બારમા ગાદિપતી મહંત શ્રી સુરજગિરીજી બાપુ

કોઠારી શ્રી : મહાદેવગીરીજી બાપુ

(૧૩) તેરમા ગાદિપતી મહંત શ્રી બળદેવગિરીજી બાપુ

કોઠારી શ્રી : ગોવિંદગીરીજી બાપુ


(૧૪) ચૌદમા ગાદિપતી મહંત શ્રી જયરામગિરીજી બાપુ (વર્તમાન ગાદીપતિ શ્રી).



સૌજન્ય

જય વિહત મા ખાંભેલ