એક વખત આપને દઈ દીધેલું દિલ,
એ હજુયે યાદ છે મને
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ,
એ હજુયે યાદ છે મને
હતા તારા ચહેરા પરે બે ખિલ, એ હજુયે યાદ છે મને
ને લગાવતી હતી મારા પૈસે ક્લેરેસીલ,
એ હજુયે યાદ છે મને
ને સાયકલ થી સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ, હજુયે યાદ છે મને
ને પછીથી સાંપડી હતી સેન્ડલોની હીલ,
એ હજુયે યાદ છે મને
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં, હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ,
એ હજુયે યાદ છે મને
ને મીલવવી હતી આખથી આખડી મારે,
એ હજુયે યાદ છે મને
ને બાંધી તે મારા હાથે રાખડી,
એ હજુયે યાદ છે મને