Tell a Friends

Tell a Friend

Social Icons

Pages

Wednesday, January 7, 2009

Letter of GOD

તારીખ : આજની .
પ્રતિ,
તમોને
વિષય : જિંદગી અને તમે
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપરભગવાનને માટેએવું અવશ્ય લખવું. એક વખત બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા હોય. પહેલાં જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ વાતથી થજો કે તમે વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ , વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
લિ ,
ભગવાનની આશિષ.

0 comments: