બધા સાઈન્ટીસ્ટસ મરીને સ્વર્ગમાં ભેગા થાય છે…ઘણો સમય સાથે રહી કાંઈ કામ ન હોવાથી છેલ્લે તેઓ કંટાળીને થપ્પો રમવાનું વિચારે છે…
બદનસીબે આઈન્સ્ટાઈન નો દાવ હતો….એણે ૧….૨…..એમ ૧૦૦ ગણવાના હતા અને પછી બધાને શોધીને થપ્પો કરવાનો હતો…
ન્યુટન સિવાય બધા છુપાઈ ગયા. ન્યુટન ૧ મીટર ૧ મીટર નું ચોરસ દોરી તેમાં ઉભો રહી ગયો. એ પણ આઈન્સ્ટાઈન ની બાજુમાં જ…
આઈન્સ્ટાઈને ગણવાનું શરુ કર્યુ….૧,૨,૩,….૯૮,૯૯ અને ૧૦૦….આંખ ખોલી અને એણે જોયું તો ન્યુટન બાજુમાં જ ઊભો હતો…
આઈન્સ્ટાઈન બૂમ પાડી ને બોલ્યો….”અરે ન્યુટન નો થપ્પો, ન્યુટન નો થપ્પો…”
ન્યુટન મક્કમ મનોબળ અને અત્યંત દૃઢતાથી કહે છે …” હું આઊટ નથી કારણ કે હું ન્યુટન નથી….”
બધા ટાઈમ પ્લીઝ કરીને બહાર આવે છે…..અને ન્યુટન ને પૂછે છે શું થયુ??
ન્યુટન કહે છે ” હું એક સ્ક્વેર મીટર એરીયા માં ઉભો છું…જુઓ આ માર્ક કરેલ એરીયા…એટલે હું છું ન્યુટન પર સ્ક્વેર મીટર પણ ન્યુટન પર સ્ક્વેર મીટર એટલે પાસ્કલ………..એટલે હું નહીં પણ પાસ્કલ આઊટ છે
0 comments:
Post a Comment